આ પેજ અનુવાદ છે; બંધનકર્તા આવૃત્તિ મૂળ અંગ્રેજી પેજ છે.
Vecihi LLCએ સમય { + - x ÷ } ઍપ એક વ્યાવસાયિક ઍપ તરીકે બનાવી છે. આ સેવા Vecihi LLC દ્વારા પૂરી પાડવામાં આવે છે અને એ જેમ છે તેમ ઉપયોગ કરવા માટે છે.
જો કોઈ અમારી સેવાનો ઉપયોગ કરવાનું નક્કી કરે, તો વ્યક્તિગત માહિતી એકઠી કરવા, વાપરવા અને જાહેર કરવા અંગેની અમારી નીતિઓ વિશે મુલાકાતીઓને જાણ કરવા માટે આ પેજનો ઉપયોગ થાય છે.
જો તમે અમારી સેવાનો ઉપયોગ કરવાનું પસંદ કરો, તો તમે આ નીતિના સંબંધમાં માહિતી એકઠી કરવા અને વાપરવા માટે સંમત થાઓ છો. અમે જે વ્યક્તિગત માહિતી એકઠી કરીએ છીએ એનો ઉપયોગ સેવા પૂરી પાડવા અને એને સુધારવા માટે થાય છે. આ ગોપનીયતા નીતિમાં વર્ણવ્યા સિવાય અમે તમારી માહિતી ન તો વાપરીશું કે ન તો કોઈની સાથે શેર કરીશું.
આ ગોપનીયતા નીતિમાં અન્યથા વ્યાખ્યાયિત કરાયા ન હોય, તો આ ગોપનીયતા નીતિમાં વપરાયેલા શબ્દોનો અર્થ એ જ છે, જે સમય { + - x ÷ } ઍપ પર ઉપલબ્ધ અમારા નિયમો અને શરતોમાં છે.
માહિતીનો સંગ્રહ અને ઉપયોગ
વધુ સારા અનુભવ માટે, અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે, અમે તમને અમુક વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી માહિતી આપવા માટે કહી શકીએ છીએ. અમે જે માહિતી માગીએ છીએ એ અમારી પાસે રાખવામાં આવશે અને આ ગોપનીયતા નીતિમાં વર્ણવ્યા મુજબ વાપરવામાં આવશે.
ઍપ ત્રીજા પક્ષની એવી સેવાઓ વાપરે છે, જે તમને ઓળખવા માટે વપરાતી માહિતી એકઠી કરી શકે છે.
ઍપ દ્વારા વપરાતા ત્રીજા પક્ષના સેવા પ્રદાતાઓની ગોપનીયતા નીતિની લિંક
લૉગ ડેટા
અમે તમને જણાવવા માગીએ છીએ કે જ્યારે પણ તમે અમારી સેવાનો ઉપયોગ કરો છો, ત્યારે ઍપમાં કોઈ ભૂલ થાય તો અમે તમારા ફોન પર (ત્રીજા પક્ષનાં ઉત્પાદનો દ્વારા) લૉગ ડેટા નામનો ડેટા અને માહિતી એકઠી કરીએ છીએ. આ લૉગ ડેટામાં તમારા ડિવાઇસનું ઇન્ટરનેટ પ્રોટોકોલ (“IP”) સરનામું, ડિવાઇસનું નામ, ઑપરેટિંગ સિસ્ટમનું વર્ઝન, અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે ઍપની ગોઠવણી, તમે સેવાનો ઉપયોગ કર્યો એ સમય અને તારીખ, અને અન્ય આંકડા જેવી માહિતી હોઈ શકે છે.
કૂકી
કૂકી એ થોડા ડેટાવાળી ફાઇલો છે, જેનો સામાન્ય રીતે અનામી અનન્ય ઓળખકર્તા તરીકે ઉપયોગ થાય છે. તમે જે વેબસાઇટની મુલાકાત લો છો એ આ ફાઇલો તમારા બ્રાઉઝરને મોકલે છે, અને એ તમારા ડિવાઇસની આંતરિક મેમરીમાં સંગ્રહાય છે.
આ સેવા આ “કૂકી”નો સ્પષ્ટ રીતે ઉપયોગ કરતી નથી. જોકે, ઍપ ત્રીજા પક્ષના એવા કોડ અને લાઇબ્રેરી વાપરી શકે છે, જે માહિતી એકઠી કરવા અને પોતાની સેવાઓ સુધારવા માટે “કૂકી” વાપરે છે. તમારી પાસે આ કૂકી સ્વીકારવાનો કે નકારવાનો, અને તમારા ડિવાઇસ પર કૂકી ક્યારે મોકલાઈ રહી છે એ જાણવાનો વિકલ્પ છે. જો તમે અમારી કૂકી નકારવાનું પસંદ કરો, તો શક્ય છે કે તમે આ સેવાના કેટલાક ભાગ વાપરી ન શકો.
સેવા પ્રદાતાઓ
અમે નીચેનાં કારણોસર ત્રીજા પક્ષની કંપનીઓ અને વ્યક્તિઓને કામે રાખી શકીએ છીએ:
- અમારી સેવાને સુગમ બનાવવા;
- અમારા વતી સેવા પૂરી પાડવા;
- સેવા સંબંધિત સેવાઓ આપવા; અથવા
- અમારી સેવા કેવી રીતે વપરાય છે એનું વિશ્લેષણ કરવામાં અમને મદદ કરવા.
અમે આ સેવાના વપરાશકર્તાઓને જણાવવા માગીએ છીએ કે આ ત્રીજા પક્ષો પાસે તમારી વ્યક્તિગત માહિતીની ઍક્સેસ હોય છે. એનું કારણ અમારા વતી એમને સોંપાયેલાં કામ કરવાનું છે. જોકે, તેઓ આ માહિતી બીજા કોઈ હેતુ માટે જાહેર ન કરવા કે ન વાપરવા બંધાયેલા છે.
સુરક્ષા
તમે તમારી વ્યક્તિગત માહિતી આપીને અમારા પર જે વિશ્વાસ મૂકો છો એની અમે કદર કરીએ છીએ, તેથી અમે એનું રક્ષણ કરવા માટે વ્યાવસાયિક રીતે સ્વીકાર્ય માધ્યમો વાપરવાનો પ્રયાસ કરીએ છીએ. પણ યાદ રાખો કે ઇન્ટરનેટ પર મોકલવાની કોઈ પણ પદ્ધતિ, કે ઇલેક્ટ્રૉનિક સંગ્રહની કોઈ પણ પદ્ધતિ 100% સુરક્ષિત અને ભરોસાપાત્ર નથી, અને અમે એની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી શકતા નથી.
અન્ય સાઇટની લિંક
આ સેવામાં અન્ય સાઇટની લિંક હોઈ શકે છે. જો તમે ત્રીજા પક્ષની કોઈ લિંક પર ક્લિક કરો, તો તમને એ સાઇટ પર લઈ જવામાં આવશે. ધ્યાન રાખો કે આ બાહ્ય સાઇટ અમે ચલાવતા નથી. તેથી, અમે તમને આ વેબસાઇટની ગોપનીયતા નીતિ જોઈ લેવાની ભારપૂર્વક સલાહ આપીએ છીએ. ત્રીજા પક્ષની કોઈ પણ સાઇટ કે સેવાની સામગ્રી, ગોપનીયતા નીતિઓ કે પ્રથાઓ પર અમારું કોઈ નિયંત્રણ નથી અને અમે એની કોઈ જવાબદારી લેતા નથી.
બાળકોની ગોપનીયતા
આ સેવાઓ 13 વર્ષથી ઓછી ઉંમરના કોઈને ઉદ્દેશીને નથી. અમે જાણીજોઈને 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પાસેથી વ્યક્તિગત રીતે ઓળખી શકાય એવી માહિતી એકઠી કરતા નથી. જો અમને ખબર પડે કે 13 વર્ષથી ઓછી ઉંમરના કોઈ બાળકે અમને વ્યક્તિગત માહિતી આપી છે, તો અમે એને તરત જ અમારાં સર્વર પરથી કાઢી નાખીએ છીએ. જો તમે માતા-પિતા કે વાલી હો અને તમને ખબર હોય કે તમારા બાળકે અમને વ્યક્તિગત માહિતી આપી છે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો, જેથી અમે જરૂરી પગલાં લઈ શકીએ.
આ ગોપનીયતા નીતિમાં ફેરફારો
અમે સમયાંતરે અમારી ગોપનીયતા નીતિ અપડેટ કરી શકીએ છીએ. તેથી, તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ ફેરફાર માટે આ પેજ સમયાંતરે જોતા રહો. અમે નવી ગોપનીયતા નીતિ આ પેજ પર મૂકીને તમને કોઈ પણ ફેરફારની જાણ કરીશું.
આ નીતિ 2021-01-18થી અમલમાં છે
અમારો સંપર્ક કરો
અમારી ગોપનીયતા નીતિ વિશે તમને કોઈ પ્રશ્ન કે સૂચન હોય, તો નિઃસંકોચ info@vecihi.com પર અમારો સંપર્ક કરો.
Vecihi LLC